માધાપરનાં મહિલા તબીબે ઓનલાઇન ફ્રિજ વેચવા જતાં, ગઠિયાએ ખાતામાથી 1 લાખ સેરવી લેતા ફરિયાદ નોંધાઈ
માધાપરના મહિલા તબીબે ઓનલાઇન ઓએલએકસ પર ફ્રિજ વેચવા જતા તેના ખાતામાંથી રૂા. 1,00,969 સેરવી લેવાતા છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવાઈ છે. ફરિયાદી ડો. મીરાબેન યુગલકિશોર ઝા તેમની દીકરી આરુષી સાથે ઓધવબાગ-2માં રહે છે અને ભુજની મેન્ટલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરે છે. ફરિયાદીએ ઓએલએક્સ પર ફ્રિજ વેચવા માટે જાહેરાત કરતા તે જ દિવસે રાત્રે માધાપરમાં વર્ધમાન નગરમાં રહેતા આરોપી નવીન સકસેનાનો ફોન આવ્યો અને રૂા. 12 હજારમાં ફ્રિજનો સોદો નક્કી કર્યો હતો. ત્યારપછી આરોપીએ નાણા જમા કરવા એકાઉન્ટ નંબર માંગતા ફરિયાદીએ તેના નંબર પર ગુગલ-પે કરવાનું કહેતા આરોપીએ સ્કેન કોડનો ફોટો મોકલાવી રૂા. 10 જમા કરાવાનું કહ્યું હતું જ્યારે બાકીના નાણા તે જમા કરાવી દેશે તેવું કહેતા તેના કહેવા મુજબ કરવા જતા 10 રૂપિયા ઓમપ્રકાશના નામથી ક્રેડિટ થયા હતા. ત્યારપછી ફરી આરોપી નવીનભાઇને ફોન આવ્યો હતો અને બીજા સ્કેન કોડનો ફોટો મોકલાવતા ફરિયાદીના ખાતામાંથી રૂા. 11,990 ડેબીટ થઇ યતેન્દ્ર ધાકડના નામના ખાતામાં જમા થતા ફરિયાદીએ નવીનનો ફોન કરતા તે જુદા જુદા સ્કેન કોડ મોકલતો ગયો અને પાંચેક વારમાં તો ફરિયાદીના ખાતામાંથી કુલ્લ મળી રૂા. 1,00,969 ઉપડી જતા અને નાણા પાછા ન આવતા છેતરપિંડી અચરાઈ હોવાની ફરિયાદ દાખલ કરાઈ છે.