ભચાઉના શિકરામાં પાણીની મોટર ચાલુ કરતા આગ લાગી, 100 મણ કપાસ બળીને ખાખ

copy image

ભચાઉના શિકરાની વાડીમાં પાણીની મોટર ચાલુ કરતાં જ આગ લાગતાં ખેડૂતે રાખેલો કપાસનો 100 મણ જથ્થો બળી ગયો હતો.

ભચાઉના શિકરા મધ્યે રહેતા અને જમીનમાં વાવેતર કરતા 60 વર્ષીય ખેડૂત દિનેશભાઇ પરબતભાઇ ચામરિયાએ નોંધાવેલી જાણવા જોગ અનુસાર , બપોરે 3 વાગ્યાની વેળામાં આ ઘટના બનવા પામી હતી. તેમની વાડીમાં પાણી પાવા માટે ખેંગારભાઇ રબારીને રાખેલા છે. બપોરે બોરની મોટર ચાલુ કર્યા પછી આગ લાગતાં 15 દિવસ અગાઉ રાખેલો 60 મણ અને 10 દિવસ પૂર્વે રાખેલો 55 મણ કપાસ આ આગને કારણે બળીને ખાખ થઈ ગયો હતો. આ અંગે ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.