શિક્ષણ, સંસ્કાર તથા સેવાના ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો
શિક્ષણ, સંસ્કાર તથા સેવાના ત્રિવેણી સંગમ અમો આ કાર્યક્રમ છેલ્લા ત્રણ દશકથી વધુ સમયથી સૈાને પ્રેરણા આપે છે. સત્ય, સાદગી સુશીલતા, સ્નેહ, સદાચાર, સાહસ અને નિર્વ્યાજ સમર્પણનું ઈન્દ્રધનુ જે પોતામાં વસાવી શકે એ જ ડો. કવિતાના જીવન તથા યોગદાન સમજી શકે. ઉદાત હેતુ માટે નેતૃત્વ લેવું, સદાય કરૂણ્યસભર અને સસ્મિત રહેવું તથા પ્રાપ્ત પ્રત્યેક પળનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરવો એ ડો. કવિતાજીનો જીવનમંત્ર હતો. ડો. કવિતાની શ્રધ્ધાંજલિ માટેનો પ્રત્યેક કાર્યક્રમ એમની સ્મૃતિઓનું અભયરણ્ય છે. અહીં વિચરતો પ્રત્યેક સતર્ક માણસ મોહ, શંકા અને ભયથી દુર થઈ જાય છે. સચદે પરિવારે અચાનક આવી પડેલ આપતિને અવસરમાં પલટી વાવેલું જનસેવાનું બોજ આજે વટવૃક્ષ થઈ વિલસે છે.’ ઉપર્યુકત શબ્દો ડો. કવિતા (મીરાં) સચદે સ્મૃતિ સમારોહના પ્રમુખ તથા કચ્છના મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી જયંતિભાઈ જોષી “શબાબ’એ ડો. કવિતાની સેવાઓને શ્રધ્ધાંજલિ આપતાં ઉચાર્યા હતા.
સ્વામી શ્રી શાન્તીદાસજી બાપુ નાદુરસ્ત તબિયતના કારણે હાજરી અપી ન શકતાં સેલફોન થી આશિવર્ચન પાઠવ્યા હતા.
શિક્ષણ, સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ડો. કવિતા સચદેની ૩રમી પુણ્યતિથિ પ્રસંગે દિવંગત મહિલા તબીબની સેવાઓને શ્રધ્ધાજંલિ આપવા માટેના ૩૧મા સ્મૃતિ સમારોહના પ્રારંભમાં ચેરમેન શ્રી ઉર્મિશ સચદેએ સૌનું સ્વાગત કર્યુ હતું. મેને. ટ્રસ્ટી શ્રી હિરેન સચદેએ શ્રી જયંતિભાઈ જોષીનું શાલથી સન્માન કર્યું હતું. મંચસ્થ મહાનુભાવોના વરદ્ હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌ વતીથી શ્રી શબાબ, શ્રી પુષ્પદાનભાઈ ગઢવી તથા શ્રી શીવજીભાઈ આહીરે ડો. કવિતા સચદેના તૈલચિત્રને ફૂલહાર કરી શ્રધ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે BHMSના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીની કુ. સ્નેહા બી. પરમાર-ભુજ, ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા બે વિધાર્થી શ્રી સિધ્ધાર્થ એસ. ગોહિલ–ભુજ અને કુ. મહેક કે. બળિયા–ભુજ તથા પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા બે વિધાર્થી કુ. ફરઝાના એ. મેમણ–ભુજ અને કુ. વૈદેહી એમ. વરૂ-નાગલપરને શ્રી શબાબ, શ્રી પી. એસ. ગઢવી, શ્રી શીવજીભાઈ આહીર, ડો. કાંતિભાઈ ગોર તથા શ્રી અનિલભાઈ અજાણીના વરદ્ હસ્તે સ્કોલરશીપ્સ એનાયત કરવામાં આવેલ હતી.
સરદાર પટેલ યુનિવર્સીટીમાં BHMS ના ચોથા વર્ષમાં પ્રથમ ઉર્વીશા મહેશભાઈ બોટાદરા, વી.ડી. હાઈસ્કુલમાં એચ.એસ.સી. સાયન્સ પ્રથમ શ્રી કિશનસિંહ આર. જાડેજા, માતૃછાયા કન્યા વિધાલય એસ.એસ.સી. પ્રથમ કુ. યાના એ. સચદે તથા રાજય કક્ષાએ સ્પોર્ટસ્સ્માં પ્રથમ જયોતિબેન એમ. ગોહિલ-ભુજ તથા અન્ય ક્ષેત્રોમાં વિશિષ્ઠ ઉપલબ્ધીઓ પ્રાપ્ત વ્યક્તિઓને શ્રી લલિતભાઈ કોટક, શ્રી ડી.પી.ઠક્કર, શ્રી જોરૂભા રાઠોડ, શ્રી રામદેવસિંહજી જાડેજા, શ્રી લાલજીભાઈ મેવાડા તથા શ્રી ઝવેરીલાલ સોનેજીના વરદ્ હસ્તે ડો. કવિતા સચદે મેમોરીયલ એવોર્ડઝ એનાયત કરવામાં આવ્યા હતા.
સંસ્કૃત પાઠશાળા તરફથી શ્રી વિભાકરભાઈ અંતાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ શ્રેષ્ઠ ભજન,દોડ તથા વાંચન સ્પર્ધાના ૪-૪ વિજેતાઓને શ્રી રાજેશભાઈ પી.ઠકકર, શ્રી મલ્હારભાઈ બૂચ, શ્રી હરેશભાઈ ઠકકર, શ્રી વિનોદભાઈ મહેતા તથા શ્રી કલ્પેશભાઈ જેઠીના વરદ્ હસ્તે પારિતોષિકો આપવામાં આવ્યા હતા. જયારે સત્યમ તથા તાનારિરી તરફથી શ્રી દર્શકભાઈ અંતાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ શ્રેષ્ઠ મહેંદી, ભજન તથા શ્લોક પઠન સ્પર્ધાના વિજેતાઓ શ્રી વિજયભાઈ સચદે, શ્રી હિમાંશુભાઈ ચોથાણી, શ્રી વિનેશભાઈ સચદે તથા ડો. પૂજાબેન સચદેના વરદ્ હસ્તે પારિતોષિકો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રી અતુલભાઈ મહેતા, અધિક જીલ્લા સરકારી વકીલ શ્રી ડી.જે. ઠકકર, ધારાશાસ્ત્રીઓ શ્રી દર્શક બુચ, શ્રી આરતી ઝાલા તથા જુદી જુદી સંસ્થાઓના રાહબર એવા શ્રી ક્રિષ્નાકાંતભાઈ ભાટીયા, શ્રી એ. કે. શેખ, ડો.શ્રી મહેન્દ્રભાઈ ઠકકર, ડો. મિહીર વોરા, શ્રી દિલીપભાઈ આચાર્ય, યોગ ગૂરૂ શ્રી કમલકાંન્ત ભટ્ટ, શ્રી રજનીકાન્ત ઓઝા, શ્રીમતી જયશ્રીબેન સલાટ,શ્રી અરવિંદ નાથાણી તથા સચદે પરિવારના શ્રીમતી પુષ્પાબેન સચદે, શ્રીમતી દિપ્તીબેન સચદે તથા શ્રીમતી જુલી સચદે વગેરે સહીત વિશાળ સમુદાયે હાજરી આપી હતી.
ટ્રસ્ટી શ્રી લલિતભાઈ કોટકએ આભાર વિધિ કરી હતી. પ્રો. બીનાબેન ભાનુશાલીએ સૂત્ર સંચાલન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ધારાશાસ્ત્રી શ્રી યશ સોલંકી, શ્રી હિમાંશુ ભાનુશાલી તથા શ્રી હર્ષદભાઈ ઠકકરએ સંભાળી હતી.