ભીરંડિયારા નજીક બે ટ્રેઈલર વચ્ચે થયેલ ટક્કરમાં યુવાને જીવ ખોયો

acc

copy image

copy image

ભુજ ખાતે આવેલ ભીરંડિયારા નજીક બે ટ્રેઈલર વચ્ચે થયેલ ટક્કરમાં ફિરોજ સૈફુદ્દીન અંસારીનું ગંભીર ઇજાઓના પગલે મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 21/2ના રાતના સમયે ફિરોજ તેના કબ્જાનું ટ્રેઈલર લઈ આવી રહ્યો હતો. તે દરમ્યાન ભીરંડિયારા ટોલગેટ નજીક પહોંચતાં સામેથી ખાવડા બાજુ પુરપાટ આવતાં ટ્રેઈલર સાથે તેની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગંભીર ઈજાના પગલે ફિરોજને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.