વંથલી જુનાગઢ હાઇવે પર કોયલી ફાટક નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

જુનાગઢ વંથલી હાઇવે પર અકસ્માતો સજાવવાના બનાવોમાં દિવસે અને દિવસે સતત વધારો થઈ રહ્યો છે.આ હાઇવે પર અકસ્માતો સર્જવવના બનાવો  છાશવારે સામે આવે છે ત્યારે આજે પણ 12 વાગ્યાની આસપાસ વંથલી જુનાગઢ હાઇવે પર કોયલી ફાટક પાસે ગેસ ના બાટલા ભરેલ રીક્ષા અને પેટ્રોલ ટેન્ક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં રીક્ષા ચાલકને હાથના ભાગે ઇજા પહોંચતા 108 મારફત વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.