અંજારના મેઘપર બોરીચીપાસે ટ્રેનની હડફેટે આવી જતાં યુવાનનું મોત
 
                અંજારના મેઘપર બોરીચી પાસે નર્મદા કેનાલ નજીક કોઈ ટ્રેનની હડફેટે આવી જતાં ગળપાદરના રમેશ જીવા રાવલ (ઉ.વ. 33) નામના યુવાનનું મોત નીપજયું હતું. બપોર પહેલા આ જીવલેણ ઘટના બનવા પામી હતી. પાટા પાસે રહેલો આ યુવાન કોઈ ટ્રેનની હડફેટે આવતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી. આથી યુવાનનું મોત નીપજયું હતું. પોલીસે તેના કપડામાં રહેલ ઓળખપત્ર તપાસ કરતાં તે ગળપાદરનો રમેશ રાવલ નામનો યુવાન હોવાનું બહાર આવ્યું હતું. અંજાર પોલીસે આ ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
                                         
                                        