કડોદરામાં હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત: એકનું મોત 2 ઘાયલ
સુરત સરથાણા વિસ્તારમાં રહેતા ત્રણ મિત્રો કામ માટે પલસાણા ગયા હતા. મોડી સાંજે પોતામાં ઘરે પરત ફરતા સમયે કડોદરા અકળામુખી હનુમાનજી મંદિરની સામે આગળ ચાલતી ટ્રકમાં ધડાકા ભેર કાર ટક્કરાતા એકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જ્યારે બે લોકો ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયા હતા.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ ગજેરા ,મુકેશભાઈ ગિરધારભાઈ સાવલિયા ,શૈલેષભાઇ માવજીભાઈ ડુંગા સ્વીફ્ટ કાર (GJ 05 JM 7201) લઈ સવારે કામ માટે પલસાણા મધ્યે ગયા હતા રાતે 9 :30ની વેળામાં ત્રણેય મિત્રો કાર લઈ પોતાના ઘરે પાછા ફરતા હતા આ દરમિયાન કડોદરા અકળામુખી હનુમાનજી મંદિરની સામે આગળ જતી ટ્રક (TN 47 V 0384) ની પાછળ ધડાકા સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચલાવનાર મુકેશભાઈ ગિરધરભાઈ સાવલિયાને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોચી હતી
તો બાજુમાં બેઠેલા જગદીશ એન. ગજેરા (50)નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું અને શૈલેષભાઈ ડુંગાને માથામાં ઇજાઓ પહોચતા 10 ટાંકા લેવામાં આવ્યા હતા મુકેશભાઈ સાવલિયાની હાલત અત્યંત નાજુક હોવાથી વધુ સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. કડોદરા પોલીસ પી.એચ.નાયી પોલીસ કાફલા સાથે પહોંચી વધુ તપાસ હાથધરી છે.