ભુજમાં રિક્ષાચાલકને ધોકાવડે માર-મરાતા 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
ભુજમાં રિક્ષાચાલકે ખોટી ફરિયાદ કર્યાની બાબતે 4 ઈસમ લોખંડ-લાકડાના ધોકા વડે માર મારી હાથ-પગમાં અસ્થિભંગ સહિતની ઇજા કર્યાની ફરિયાદ દાખલ કરાવાઈ છે.
આ અંગે રિક્ષાચાલક રમેશ હરજીભાઇ મહેશ્વરીએ ફરિયાદમાં જણાવતા અનુસાર સવારે આઠ વાગ્યાની વેળામાં તેના નિત્યક્રમ અનુસાર જકાત નાકા સર્કલ નજીક ઊભો હતો ત્યારે આરોપી સની કરશનભાઇમહેશ્વરી અને સબીર કુંભા૨ (રહે. બંને માધાપર) તથા અન્ય અજાણ્યા બે ઈસમ હાથમાં લોખંડના પાઇપ અને ધોકા લઇને ફરિયાદીને માર મારવા લાગ્યા હતા. લોકો એકઠા થઇ જતાં આરોપીઓ ભાગી ગયા હતા. ઘાયલ ફરિયાદી રમેશને જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને હાથ- પગ, ખંભા-ઢીંચણ અને આંગળીમાં અસ્થિભંગનું નિદાન જાહેર થતાં દાખલ કરવામાં આવ્યાછે. પોલીસે જાતિ અપમાનિત સહિતની વિવિધ ક્લમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.