કુકમા ધોરી માર્ગ પર બાલાજી પેટ્રોલ પંપ પાસે ટ્રેલર અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાયો: સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ
copy image
કુકમા ધોરી માર્ગ પર બાલાજી પેટ્રોલ પંપ નજીક મીઠા ભરેલા ટ્રેલર અને લક્ઝરી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો ભુજ તાલુકાના કુકમા ત્રિમાર્ગીય ધોરીમાર્ગ પર ટ્રેલર તેમજ લક્ઝરી બસ વચ્ચે ભારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના ગઈકાલે બની હતી જેમાં કુકમા તરફથી આવી રહેલું ટ્રેલર અચાનક બાલાજી પેટ્રોલ પંપ નજીક વળતા સામેથી આવતી બસે બ્રેક માર્યા હતા પરંતુ કમનસીબે સ્લીપ થઈ જતા આ અકસ્માત સર્જાયો હતો. જાનહાની ટળી હતી. બંને વાહનોમાં આગળના ભાગમાં ભારે નુકસાન પહોંચ્યું હતું. આવા તો અવારનવાર ધોરી માર્ગ ઉપર અકસ્માતો સર્જાતા હોય છે તો અહીંયા પેટ્રોલિંગ થવી જરૂરી છે તેવું લોકો કહી રહ્યા છે.