જામનગરના સમર્પણ સર્કલ નજીક ટ્રકે બાઈકને ઠોકર મારતા મહિલાનું મોત નીપજયું

જામનગરના સમર્પણ સર્કલ નજીક સવારે પસાર થતાં સમયે એક બાઈકને ટ્રકે ટક્કર મારતા બાઈકમાં પાછળ બેસેલી મહિલા અને તેમના બનેવી રોડ પર પટકાઈ ગયા હતા. જેમાં મહિલા પરથી ટ્રકનું વ્હીલ ફરી જતાં તેનું મોત નીપજયું હતું. આ અંગે ઇજા પામેલા બનેવીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

જામનગરના ઓવરબ્રિજથી સમર્પણ હોસ્પિટલ તરફ જવાના રસ્તે સવારે ભવાનસિંહ જાદવસિંહ ચૌહાણ નામના પ્રૌઢ પોતાના પત્નીના મોટા બહેન નીરૂબેન સાથે બાઈકમાં જતા હતા તે  સમય દરમિયાન  શ્રીજી ગેરેજ નજીક પહોંચતા પુરપાટે ધસી આવેલા ટ્રક નં.જીજે-10-ટીવાય 6291એ બાઈકને ઠોકરે લેતા બંને પટકાયા હતા. જેમાં નીરૂબેનપર ટ્રકનું વ્હીલ ફરી જતાં મૃત્યુ નિપજ્યું હતું. ઇજાગ્રસ્ત ભવાનસિંહે ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી ટ્રક ડ્રાઈવરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.