રાજુલામાં બાઇક પર આવેલા બે ઈસમ વૃદ્ધાના ગળામાંથી ચેઇન ઝુંટવી નાસી જતાં ફરિયાદ નોંધાઈ
રાજુલામા જાફરાબાદ રોડ પર રહેતા એક વૃધ્ધા રાત્રીના આઠેક વાગ્યે ઘરેથી પગપાળા દવાખાને જતા હતા તે સમય દરમિયાન બસ સ્ટેન્ડ પાસે બાઇકમા ધસી આવેલા એક અજાણી મહિલા અને પુરૂષે તેને વાતોમા ગૂંચવી રાખી ગળામાથી સોનાનો ચેઇન તઠા હાથમા રાખેલ પ્લાસ્ટિકની થેલી સહિત 1.38 લાખના મુદામાલની લુંટ ચલાવી પલાયન જતા આ અંગે તેણે રાજુલા પોલીસ મથકમા ફરિયાદ દાખલ કરાવી છે.બનાવ અંગે પીઆઇ એ.એમ.દેસાઇ આગળની તપાસ હાથ ધરી છે.