દેવીસર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનો અકસ્માત સર્જાતા સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલ ખસેડાયો
દેવીસર નજીક અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો જેને જી કે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દેવીસર પુલિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. કાના સાલે કોલી જે નખત્રાણા તાલુકાના હીરાપર ખાતે રહે છે તેનઓ પોતાની બાઇકથી જઈ રહ્યો હતો ત્યારે તે દેવીસર પુલિયાથી પોણાકિલોમીટર આગળ તેને કોઈ અજાણ્યા વાહન દ્વારા અડફેટે લેવામાં આવ્યો હતો. વાહન ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. ઇજાગ્રતને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ યુવાનને પગમાં અને હાથના ભાગમાં ઇજાઓ પહોંચી છે જેમને મૂળજીભાઈ આહિરે સારવાર અર્થે ભુજ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.