અંકલેશ્વરના સુરવાડી બ્રિજ પર મોટર સાઇકલ ઉભેલા ટેમ્પોમાં ઘૂસી જતાં 3 લોકો ઇજાગ્રસ્ત

અંકલેશ્વર -ટી બ્રિજ પર બાઈક ઉભેલા ટેમ્પામાં ઘુસી જતા 3 લોકોને ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયા હતા.મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકા સારંગપુર ગામ ના રોશની પાર્ક પદ્માવતી નગર મધ્યે રહેતા લક્ષ્મણ રાધેશ્યામ યાદવ તેના ગૌરવ મિશ્રા સાથે અન્ય એક મિત્ર શંકર ગામીત સાથે ભરૂચ એ.બી.સી ચોકડી પર આવેલ ગ્રીનરી હોટલ મધ્યે ગયા હતા. જ્યાં થી જમવાનું લઇ પાછા અંકલેશ્વર આવી રહ્યા હતા તે દરમિયાન ગડખોલ ટી બ્રિજ પર મહાવીર ટર્નીંગ તરફ ના ઉતારવાના એપ્રોચ રોડ પર આગળ એક ટેમ્પો બંધ હાલતમાં પડેલો હતો જે નજીક એકાએક ગૌરવ મિશ્રા એ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ગાડી ટેમ્પા માં ઘુસી ગઈ  અને ત્રણેય શખ્સો રોડ પર પછાડાયા હતા.

સ્થાનિક તેમજ અન્ય રાહદારીઓ દોડી આવ્યા અને 108 ની મદદ વડે નજીક ની હોસ્પિટલ માં સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.