આમ આદમી પાર્ટી ગુજરાતનું સ્નેહ મિલન અમદાવાદ ખાતે યોજાયું

0
IMG-20181119-WA0016
 આમ આદમી પાર્ટી,ગુજરાત દ્વારા સ્નેહ મિલન નું આયોજન અમદાવાદ  ભવાન્સ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત ના ખૂણે ખૂણે થી  દરેક ઝોન તેમજ દરેક જિલ્લા,તાલુકા,નગર માંથી પદાધિકારી તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં હાજરી આપી હતી .
આ પ્રસંગે ગુજરાત પ્રમુખ કિશોરભાઈ દેસાઈ , ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, સેક્રેટરી રાજેશ પટેલ , લીગલ પ્રમુખ પ્રણવ ઠક્કર અને  રામભાઈ ધડુક,(સાઉથ ઝોન પ્રમુખ)રમેશભાઈ નાભાણી(નોર્થ ઝોન પ્રમુખ)  , સ્નેહમિલનમાં સંબોધન કર્યું  અને દરેક ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવવામાં  આવી , અને આગામી સમય માં પુરજોશ માં બુથ લેવલ નું સંગઠન કાર્યને ઝડપભેર પૂર્ણ કરવુ અને .2 ડિસેમ્બર ના રોજ યોજાનાર અમદાવાદ ખાતે જાહેર સભા માં મોટી સંખ્યા માં કાર્યકર્તા તેમજ શુભેચ્છકો હાજરી આપે તે માટે દરેક જિલ્લા વાઇઝ મીટીંગ કરી  તેનું આયોજન કરવું ,અને કૉંગ્રેસ વિરોધ પક્ષ ની ભૂમિકા માં સદંતર નિષ્ફળ રહ્યું છે અને ભાજપ સરકાર ફક્ત તાયફાઓ સિવાય કશુજ કરતી નથી.  તેને આગામી સમય માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘર ઘર સુધી પોહચીને લોકોને જાગૃત કરસે , મગફળી માં થયેલ મોટા ગોટાળા બાબતે પણ આમ આદમી પાર્ટી  જાત તપાસ કરીને જે ગુનેગારો છે તેમની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે ઉગ્ર આંદોલન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *