આજે મળી રહેલી RBI બોર્ડની મીટિંગ

જાણવા મળતી વિગતો અનુસાર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના બોર્ડમાં ભારત સરકારે નિમેલા ડિરેક્ટરો અને બૅન્કના અધિકારીઓ પ્રથમવાર આ બેઠકમાં કેટલાક મુદ્દા પર આમનેસામને આવશે. આરબીઆઈના સંચાલન અને નિયંત્રણ અંગેના મુદ્દાઓ પર સરકાર અને બૅન્ક વચ્ચેની તકરાર જાહેરમાં ચર્ચાનું કારણ બની તે પછી પ્રથમવાર આ બેઠક મળી રહી છે. આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યે જાહેરમાં કેન્દ્ર સરકારને ચેતવણી આપી હતી કે દેશની આ મધ્યસ્થ બૅન્કની સ્વાયત્તતામાં દખલ કરવાને કારણે અર્થતંત્રને ભારે હાનિ થઈ શકે છે. બોર્ડની બેઠકમાં ઘણા મુદ્દાઓની ચર્ચા થશે, પણ તેમાં બે સૌથી વધુ વિખવાદના મુદ્દા છે, જેની ચર્ચા પર સૌની નજર રહેશે. આ રહ્યા તે મુદ્દા.ગર્વનર ઉર્જિત પટેલની આગેવાની હેઠળ આરબીઆઈએ અટવાઈ ગયેલી જંગી લોનોને કારણે બગડી ગયેલી બૅલેન્સશીટને સુધારી લેવા માટે ભારતીય બેન્કો પર કડક નિયમો લાદ્યા છે. એક અહેવાલ અનુસાર, જૂન 2018ના અંતે ભારતીય બેન્કોએ આપેલી રૂ. નવ લાખ 50 હજાર કરોડની લૉનની રકમ અટવાઈ ગઈ છે. આ નૉન પર્ફૉમિંગ એસેટ્સ (એનપીએ)ને નજીકના ભવિષ્યમાં ઘટાડવામાં ના આવે તો દેશના અર્થતંત્રને લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે, એવી ચિંતા આરબીઆઈને છે. આરબીઆઈએ મૂકેલા આ નિયંત્રણોને કારણે ઘણી બૅન્કો ઇચ્છિત રીતે ધિરાણ કરી શકતી નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *