થરાદ ના અતરિયાલ ગામો ને કેનાલ નું પાણી ન મળતાં બોળી સંખ્યામાં ખેડૂતો એ આવીને પ્રાન્ત માં રજુઆત કરી

0
20181119_181618

 

થરાદ ના અસારાગામ ચતરપુરા ગોલપ. નેસડા.પાડણ.જેવા છેવાડાના ગામોને પિયત માટે પાણી મળેલ નથી અત્યારે શિયાળુ પાકની છેલ્લો તબક્કે છે અને આ વિસ્તારમાં કેનાલ દ્વારા પાણી આપવામાં  આવતું નથી થોડા પેહલા નમૅદા નિગમ ની ઓફીસે થી ખેડૂતો ને કેહવા માં આવ્યું હતું  કે પાણી આપવામાં આવશે તેથી ખેડૂતો એ પોતાના  દર દાગીના પશુધન જેવા કીમતી વસ્તુઓ વેચી ને અને વ્યાજ પર વેચાણ કરીને પંદર દિવસ થી ખેતર તૈયાર કરીને બેઠા છે પણ પાણી નથી કયારે આપશે કેનાલ માં પાણી થરાદ ખાતે મિટિંગ બોલાવી ને બાહેધરી આપવામાં આવી હતી કે પાણી આપવામાં આવશે પણ આજ દિન સુધી આપવામાં આવ્યું નથી જયાં પાણી આવે છે તેવા અમુક ગામોના લોકો દ્વારા કેનાલમાં દિવાલ  ચણાવા માં આવે છે અને કાટા નાખવા આવે છે અને જયારે આ ખેડૂતો દ્વારા જઇને કેહવા આવે ત્યારે આ લોકો રાત્રે ના અંધારામાં ફાઇરીગ કરે છે તેવું ખેડૂતો દ્વારા જણાવ્યા મા આવ્યું હતું અને તેની રજૂઆત કરવામાં આવી પણ તંત્ર દ્વારા કોઈ આ ખેડૂતો નું સાભળવા તૈયાર નથી ખેડૂતો  રોષે ભરયો છે અને આત્મહત્યા કરવા પણ મજબૂર બનાયા છે તમે ખેડૂતો દ્વારા ચિમકી આપવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *