સુરતના કવાસ પાટિયા નજીક ઝૂપડામાં આગ લાગતાં અફરાતફરી: સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ

સુરતના કવાસ પાટિયા ઈચ્છાપોર પોલીસ મથકની પાછળ એક ઝુપડામાં કોઈ કારણોસર આગ ભભૂકતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

આ અંગે સ્થાનિકોએ બનાવની જાણ ફાયર વિભાગને કરતા અડાજણ અને પાલનપુરની ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોચી આવી હતી. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનાથી ઝૂપડામાં રહેલી ઘર વખરી બળીને ખાક થઇ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.