ભચાઉ શહેરમાં કોર્ટ નજીક ડીપીમાં આગ લાગતા દોડધામ મચી
ભચાઉ શહેરમાં કોર્ટ નજીક ડીપીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આ ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા ભચાઉ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા પ્રવીણભાઈ દાફડા અને કુલદીપભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આ ઘટના બનતા લોકોનું ટોળું એકત્ર થયું હતું.