ગાંધીધામના ટ્રાન્સપોર્ટરોની એસપી કચેરીએ રજૂઆત, આંદોલનની ચીમકી

   ગાંધીધામથી સામખિયાળી વચ્ચે લુંટ, ડિઝલ ચોરી અને તસ્કરોને રંગે હાથ ટ્રાન્સપોર્ટરોએ પકડ્યા બાદ પણ પોલીસને કોઇ આરોપીઓ ન મળતા એસપી સમક્ષ આ અંગે ઉગ્ર રજુઆત કરતા ટ્રાન્સપોર્ટ સંગઠન દ્વારા નારાજગી વ્યક્ત કરીને આંદોલનની ચીમકી આપી હતી. કચ્છ જિલ્લા ડમ્પર ઓનર્સ વેલ્ફેર એસોસીએશનના હોદેદારો અને સભ્યો  મોટી સંખ્યામાં પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક સમક્ષ રજુઆત કરવા એકત્ર થયા હતા. ડીવાયએસપી આગળ તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું. કે ગાંધીધામ થી સામખિયાળી સુધી લાંબા સમયથી ઉભેલી ટ્રકોમાંથી ડીઝલની ચોરીના બનાવ બની રહ્યા છે, તો ચાલુ ટ્રકોને રોકીને ડ્રાઈવરોને છરી જેવા હથિયાર દેખાડી, મારામારી અને ધાકધમકી કરીને લુંટ ચલાવવાના બનાવો પણ ઘણા બને છે. આ અંગે અગાઉ 18/08 ના એક પત્ર પાઠવીને રજુઆત કરાઈ હતી. તો કંડલા થી સામખિયાળી વચ્ચે વર્ષોથી બનતી ઘટનાઓ અંગે ટ્રક માલીકો પોલીસ ફરિયાદ કરી છે, ગત 30/11ના ફરિયાદ

લખાવેલી, તે ગુમ કરી દેવાઈ છે. પોલીસ કાચી ફરિયાદ કોરા કાગળો પર લે છે, ત્યારબાદ કોઇ કાર્યવાહી કર્યા વીના ગરવલ્લે કરી નાખે છે. કેટલાક ટ્રક માલિકોએ ડિઝલ ચોરી થતી હોવાની જાણ થતા એસોસીએશનના હોદેદારો ભેગા મળીને રાત્રીના પેટ્રોલીંગ કરીને ડીઝલ ચોરી કરતી શીફ્ટ કારને ઝડપી પાડી, જેમાંથી ઓઈલ, કેરબા, પથ્થર અને ઘાતકી હથીયારો પણ મળ્યા. આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી એફઆઈઆર પણ દાખલ કરાવાઈ, પણ હજી સુધી પોલીસને એક પણ ગુનેગાર મળ્યો નથી. આ ચોર ટોળકીને પોલીસની બીક કેમ નથી,સંગઠને જણાવેલા રુટ પર રાત્રીના 12 થી 5 વાગ્યા સુધી સચોટ પણે ચીરઈ, સામખિયાળી સુધી વાહનો દ્વારા પેટ્રોલીંગ કરાય તેવી વિનંતી કરીને જો ગુનેગારો નહિ પકડાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ