માનકુવામાં જુગાર રમતા 4 જુગારીને પોલીસે ઝડપ્યા

crime

copy image

ભુજના માનકુવામાં તીનપત્તીનો જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે બાવળવાડી વિસ્તારમાં દેનાબેંક પાછળ ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસ બાતમીવાળા સ્થળે પહોચતા અમુક શખ્સો કુંડાળું વળી રૂપિયાથી જુગાર રમતા નજરે પડ્યા હતા. માનકુવા પોલીસે 1030ના મુદ્દામાલ સાથે ચારેયની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીઓ:

  1. રાજેશ કેશવજી કટ્ટા સોની ઉ.વ 43 રહે, માનકુવા, ભુજ
  2. મંગેશ પ્રેમજી જોગી ઉ.વ.35 રહે, માનકુવા, ભુજ
  3. વંકારામ નરશી ભટ્ટ ઉ.વ.30 રહે, સુખપર, ભુજ
  4. શામજી ગાંગજી જોગી ઉ.વ. 43 રહે, માનકુવા, ભુજ