ભુજ આર.ટી.ઓ. કચેરીમાં ફરી બબાલ: 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ  

crime

copy image

ભુજની આર.ટી.ઓ કચરીમાં અનેક વાર ડખો સર્જાતો હોવાની ઘટના સામે આવતી રહેતી હોય છે. ત્યારે ફરી એકવાર આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. સવારે લોકોની હાજરીમાં એજન્ટ અને આરટીઓ ઈન્સ્પેક્ટર વચ્ચે શાબ્દિક બોલાચાલી પછી મારામારી થતાં મામલો ઉગ્ર બન્યો હતો.આ અંગે આરટીઓ ઇન્સ્પેક્ટરે 4 શખ્સો વિરુદ્ધ બી.ડિવિઝન પોલીસે મથકે ફરિયાદ નોંધાવી છે.

આ મામલે ધ્રુવ મુકેશભાઇ પંચાલે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે રોજ અનુસાર તેઓ સાડા દસ થી 11 વાગ્યાના અરસામાં આર.ટી.ઓ કચેરી પહોચી રોજીંદુ કાર્ય કરી રહ્યા હતા. આ સમય દરમિયાન નવસાદ ઇબ્રાહિમ સુમરા અને તેની સાથે ઇમ્તિયાઝ સમા અને એક અજાણ્યો શખ્સ આવી પહોચ્યા અને જોરજોરથી બૂમો પાડી કહેવા લાગ્યા કે તમારું ટેસ્ટ લેવાનું કામ બંધ કરો તેમ કહી ફરજમાં રૂકાવટ પેદા કરી ઉપરાંત ગાળાગાળી કરી જપાજપી કરી ધમકી આપી હતી. ત્યારબાદ અમને વાજીદ ચાકી નામના શખ્સનો ફોન આવેલ અને ગાળાગાળી અને ધમકી આપતા અમે ફોન કાપી નાખ્યો હતો॰ તેમજ ઉપરોક્ત ત્રણેય વ્યક્તિ જતાં જતાં ધમકી આપી હતી કે જોઈ લેશું ભુજમાં કેમ નોકરી કરો છો. આર.ટી.ઓ કચેરીમાં ખાનગી બિન અધિકૃત એજંટોએ આવવાની મનાઈ હોવા છતાં આવી કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી મારામારી કરી ધકમી આપી હોવાથી આ અંગે બી. ડિવિઝન પોલીસ મથકે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.