ભુજ એ.ડિવિઝન પોલીસે દારૂના જથ્થા સાથે 3 શખ્સોને ઝડપ્યા: 3,22,140નો મુદ્દામાલ જપ્ત

ભુજ શહેર એ.ડિવિઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે GJ-12-ડીએ-6193 વેરના કારમાં બે શખ્સ માધાપર બાજુથી ભારતીય બનાવટો વિદેશી દારૂનો જથ્થો ભુજ બેંકર્સ કોલોનીમાં લઈ જવા નિકડેલ છે. આ બાતમીના આધારે વેરના કાર પર વોચ કરવા અને કાયદેસરની કાયવાહી કરવા અંગે સૂચના અપાતાં કોલોનીના એક મકાન પાસે બાતમીવાળી કાર મળી આવી તો આ ગાડીમાં એક શખ્સ હાજર મળી આવ્યો અને બાજુમાં રહેલા મકાનમાં તપાસ કરતાં એક શખ્સ હાજર મળી આવ્યો હતો.આ બંને શખ્સ દારૂ લાવી મકાનમાં મૂકતાં પકડાઈ ગયા હતા. બંને પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અંગેના પાસપરમીટ મળી આવ્યા ન હતા. આ બાદ બંને આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવતા તેમણે દારૂ માધાપરમાં રહેતા યોગેશ બાવાજી પાસેથી લીધું હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે આ શખ્સો પાસેથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાંડબી વિદેશી દારૂની 21 બોટલ ,15 ક્વાટરિયા ,2 મોબાઈલ અને કાર એમ કુલ કિ.રૂ. 3,22,140 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પકડાયેલા આરોપીઓ:

  1. હિતેસગર ઉર્ફે ફેડો દેવગર ગોસ્વામી ઉ.વ. 36. રહે,મકાન નં.202.પ્રશાંત પાર્ક-2,મહાવીર 2 નગર, ભુજ-કચ્છ\
  2. કિરીટ ગોપાલસિગ સરદાર ઉ.વ. 45 રહે, મકાન નં. 103, શ્રી કોમ્પ્લેક્સ, ભાનુશાલી સમાજવાડી સામે, જેષ્ઠાનગર, ભુજ-કચ્છ
  3. યોગેશ બાવાજી  રહે, ઐશ્વરીયાનગર, માધાપર, ભુજ-કચ્છ