ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૩૭ તથા બિયર ટીન-૩૮ મળી કિ.રૂ.૨૫,૩૬૮/-નાં જથ્થા સહિત કુલ રૂ.૩,૪૫,૩૬૮/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ 

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા, પી.બી.જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ  દરમ્યાન બાવકુદાન કુંચાલા પો.હેડ કોન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાંઓને મળેલ બાતમી આધારે ભાવનગર, સનેસ પાટીયા, જે.કે.પેટ્રોલ પંપ પાસે રોડ ઉપરથી નીચે મુજબનાં માણસોને નીચે મુજબનાં ફોર સેલ ઇન મહારાષ્ટ્ર  સ્ટેટ ઓન્લી લખેલ કાચ/પ્લાસ્ટીકની કંપની સીલપેક ઇંગ્લીશ દારૂની બોટલો તથા બિયર ટીનનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વેળાવદર ભાલ પો.સ્ટે.માં પ્રોહિ.એકટની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

પકડાયેલ આરોપીઓઃ-

1.      શૈલેષ નાથાભાઇ બારૈયા ઉ.વ.૨૪ ધંધો-ખેતીવાડી તથા ડ્રાયવીંગ રહે.ભડભડીયા રોડ, હાથબ તા.જી.ભાવનગર

2.      વિજયભાઇ જગદિશભાઇ જેઠવા ઉ.વ.૨૫ ધંધો-સેન્ટીંગનો રહે.કાળીવાવ,હાથબ તા.જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-

1.      ૮ પીએમ સ્પેશ્યલ વ્હીસ્કી ૭૫૦ ML છુટક બોટલ નંગ-૮ કિ.રૂ.૩,૭૧૮/-

2.      બ્લેક બાય બકાર્ડી અલ્ટ્રા ડીલકસ રમ ૭૫૦ ML તથા ૩૭૫ ML બોટલ નંગ-૧૫ કિ.રૂ.૮,૩૭૦/-

3.      ડી.એસ.પી. બ્લેક ડીલકસ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૧૦ કિ.રૂ.૫,૬૦૦/-

4.      ઓલ્ડ કોઇન ફાઇન વ્હીસ્કી ૧ લી. બોટલ નંગ-૪ કિ.રૂ.૨,૩૬૦/-                                                              

5.      કિંગફીશર પ્રિમીયમ બિયર લખેલ ૫૦૦ ML બિયર ટીન-૩૮ કિ.રૂ.૫,૩૨૦/-

6.      બજરીયા કલર જેવું આયશર કંપનીનું રજી.નંબર-GJ-05-BX 3637ની કિ.રૂ.૩,૦૦,૦૦૦/-

7.      કાળા કલરનો એપલ કંપનીનો આઇફોન-7 તથા ઓપો કંપનીનો મોબાઇલ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા આધાર કાર્ડ-૦૨ કિ.રૂ.૦૦/-મળી કુલ રૂ.૩,૪૫,૩૬૮/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ,શ્રી પી.બી.જેબલીયા,શ્રી બી.એચ. શીંગરખીયા  સ્ટાફનાં બાવકુદાન કુંચાલા, ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ.                                  ,રિપોર્ટર એઝદ  શૈખ ભાવનગર