લાઠીના રાભડા ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક શખસ બાઈક સાથે પકડાયો
લાઠી તાલુકાના રાભડા ગામે આવેલ ખેતરમાંથી મોટરસાયકલની ચોરી કરનાર આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે,લાઠીના રાભડા ગામનીસીમ વિસ્તારમાં ભટવદર જવાના રસ્તા પર હિંમતભાઇ મેરુલિયા(ઉ.વ.૬૧)ની વાડીએથી ગત તારીખ ૧૯/૧૦/૨૦૨૨ ના રોજ હોન્ડા સાઈન બાઈક જેનો રજીસ્ટર નંબર જીજે ૫ એફએસ ૭૮૭૦ કિંમત રૂપિયા ૧૦ હજાર લઈને કોઈ અજાણ્યો ઈસમ લઈને નાસી છૂટ્યો હતો.આ બનાવને પગલે દામનગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી.
તેવામાં અમરેલી એલસીબીની ટીમ દામનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભુરખિયા ચોકડી પાસે એક ઈસમ શંકાસ્પદ રીતે આંટાફેરા મારતોનજરે ચડ્યો હતો.તેની પૂછપરછ કરવામાં આવતા ચોરી કરેલ બાઈક હોવાનું સામે આવ્યું હતું.જેથી પોલીસે ભાયલાલ ઉર્ફે સંજય દેવજીભાઈ તડવી,ઉ.વ.૪૦ મૂળ રહે.છોટાઉદેપુર ને ઝડપી પાડ્યો હતો.તેની પાસેથી કબજેકરવામાં આવ્યું હતું અને વધુ કાર્યવાહી શરુ કરી હતી.
રિપોર્ટ ભારતી માખીજાણી