ચોટીલામાં ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ વખતે મહિલાનું મોત નિપજતા હોબાળો

ચોટીલામાં આવેલ ઍક ગાયનેક હોસ્પિટલમાં ડિલિવરી કેસમાં મહિલાનું મોત નીપજ્યું હતુ અને તેના પરીજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો ત્યારે ધટના સ્થળે લોકોનું ટોળૂ એકત્રિત થયુ હતું.આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ચોટીલા માં આવેલ ઓચવાણી ગાયનેક હોસ્પિટલમાં શનિવારનાં રોજ પ્રસૂતિ મહિલાને ડિલિવરી માટે લાવવામાં આવેલ અને બાળકનાં જન્મ પછી મહિલાની તબિયત બગડતા  રાજકોટ ખાતે વધું સારવાર માટે મોકલવામાં આવેલ પરંતુ સારવાર મળે તે પહેલાં જ મહિલાનું રસ્તામાં જ મૃત્યુ નીપજતાં પરીજનો અને ગ્રામજનો હોસ્પિટલ ધસી આવ્યા હતા અને હોસ્પિટલનો ધેરાવ કરી ને આક્ષેપો કર્યા હતા. આક્ષેપો સાથે હોબાળો મચાવી આ હોસ્પિટલ વિરૂદ્ધ આક્રોશ ઠાલવતા કડક કાર્યવાહી ની માંગ કરી હતી.

​​​​​​​દેવસર ગામનાં ચકુ બેન પરબત ભાઈ દેત્રોજા પ્રસુતિ માટે અહી આવેલ ઓચવાણી હોસ્પિટલ  માં લાવવા માં આવેલ જયાં બાળકનો જન્મ થયાં બાદ મહિલાની તબિયત વધું બગડતા રીફર કરેલ પણ રસ્તા માજ  મહિલા નું મોત થયુ હતું અને મામલો બિચક્યો હતો. વાતાવરણ તંગ બની ગયું હતું પરંતુ ધટના સ્થળે આ વાત ની જાણ થતાં પોલીસ સ્ટાફ સાથે પી આઇ જે.જે.જાડેજા ધટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ દરમ્યાનગિરી બાદ સમજાવટ કરી મામલો શાંત પાડ્યો હતો. અંતે રજુઆત કરતાં ને પોલીસે સમજાવેલ અને અંતિમ વિધી થઈ ગઈ હોય મોત નું કારણ જાણી શકાય તેમ ન હોય, છતાં અરજી આપો એટ્લે તપાસ કરવાની ખાતરી આપી લોકો નાં ટોળા ને વિખેરેલ હતુ.

હાલ સમય તો આ મામલે રોષ ફેલાયો છે અને પોલીસ ને અરજી આપશે તેમજ આ મામલે ન્યાય માટે ગાંધી ચિંઘ્યા માર્ગે ચાલશે તેવું મૃતક નાં પરીજનો એ જણાવેલ છે.

રિપોર્ટ ભારતી માખીજાણી