ગાંધીધામમાં ડમ્પર ચાલકે ડમ્પર બેદરકારીથી રિવર્સમાં લેતા 2 વર્ષીય બાળક કચડાયો
ગાંધીધામમાં જી.આઈ.ડી.સી. ઝૂપડા સોલ્ટની સામે રહેતા સુરેશભાઈએ બી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, ગઇકાલે તેઓ બાપરે આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના 2 વર્ષના દીકરા અમિત સાથે તેમના શેઠ દિનેશભાઈની માલીકીનું મોટરસાઇકલ નં. જીજે-12-09-એન-8591 લઈને નાસ્તો કરવા નીકળ્યા હતા. ત્યારે મોટરસાયકલ રસ્તાની સાઇડમાં રાખેલ હતો અને અમિત ઉપર બેઠો હતો. તે દરમિયાન નજીકમાં ઉભેલા જીજે-12એ.યુ-7440 ડમ્પરના ડ્રાઇવરે પોતાના કબજામાં રહેલૂ ડમ્પર ચાલુ કરી રિવર્સમાં લેતા પાછળ પડેલા મોટરસાઇકલ પર ચડાવી દીધું હતું. ડમ્પર રિવિસમાં લેતા ડમ્પર નું પાછડનું ટાયર મોટરસાયકલ અને અમિત પર ફરી વળ્યું હતું. આ ઘટનામાં અમિતને માથાના ભાગે તેમજ પેટના ભાગે આતરડા બહાર નિકડી જવા જેવી ગંભીર ઇજાઓ પહોચતા તેનું મોત નીપજયું હતું. ઘટનાસ્થળે લોકો એકત્ર થઈ જતાં ડમ્પર ચાલક ડમ્પર મૂકી ભાગી ગયો હતો.
ત્યારબાદ અમિતને આદિપુર રામબાગ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ત્યાં ફરજ પરના ડોક્ટરે અમિતને મૃત જાહેર કર્યો હતો. આ અંગે પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે