માધાપરમાં જાહેરમાં પત્તા રમતા 3 જુગારપ્રેમીઓ ઝડપાયા
માધાપર પોલીસને બાતમી મળી હતી કે માધાપર હાઇવે ભદરકા સોસાયટીના રસ્તાની નીચે પુલિયા નીચે જૂનાવાસમાં અમુક મહિલા અને પુરુષો ખુલ્લામાં જુગાર રમી રહ્યા છે.આ બાતમીના આધારે પોલીસે તે સ્થળ પર તપાસ કરતાં લીંબડાના ઝાડ નીચે ખુલ્લામાં 3 ઇસમો કુંડાળું વાળી તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. પોલીસે 3 શખ્સો પાસેથી 2920નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ:
- લીલાબેન શીનુભાઈ પટણી ઉ.વ.50 રહે, સીતારા ટોકીજ પાછળ, સોનીવાળી, જૂનાવાસ માધાપર
- જીવણજી ભગવાજીભાઇ વાઘેલા ઉ.વ.60 રહે, સીતારા ટોકિજ પાછળ, સોનીવાળી, જૂનાવાસ માધાપર
- કરણ શીનુભાઈ પટણી ઉ.વ.20 રહે, માધાપર હાઇવે પુલિયા નીચે ભદરકા સોસાયટી તરફ જવાના રસ્તા પર જૂનાવાસ માધાપર