કંડલાથી તુણાંજતાં રોડ પર અચાનક ગાય સામે આવી જતાં સોયા ભરેલું ડમ્ફર પલટ્યું
મળતી માહિતી અનુસાર કંડલાથી તુણાં જતાં રોડ પર કંકુ સોલ્ટ સામે રોડ ઉપર વળાંકમા ગાય રોડ ઉપર આવી જતાં ગાયને બચાવવા જતાં ડંફર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો જેથી સોયા ભરેલું ડંફર પલટી મારી ગયું હતું. આ ઘટનામા ચાલક વસરામભાઇ ડાયાભાઇ આહીરને મૂઢમાર ઇજાઓ પહોચી હતી. જેમને સારવાર માટે ગાંધીધામ મધ્યે ચંદાણી હોસ્પિટલ લઈ જવાયા હતા. ડંફર પલટી મારી જતાં સોયાનો ત્રણ ટન જેટલો જથ્થો રોડ ઉપર તથા રોડની સાઇડમાં કીચડમાં ઢોળાઈ જતાં 1.50,000નું નુકશાન થયું હતું.આ અંગે કંડલા મરીન પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.