મીઠીરોહર જી.આઈ.ડી.સી.મા ટ્રકમાથી ખાંડની બોરીઓની કરાઇ ચોરી

copy image

ગાંધીધામ બી.ડિવિઝન પોલીસ મથકે બલજિન્દ્રસિંગ કરમસિંગ સંધુએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે, સાકર સરકારી કારખાનાથી લોડીંગ કરી હરમનસિંગ 11-12ના સવારે સાતેક વાગ્યાના અરસામાં મીથીરોહર નવ્યા ફૂડ્સમાં ખાલી કરવા પહોચ્યા હતા. તેઓ બંને વાહનને કાંટા પાસે સાઇડમાં પાર્ક કરી સૂઈ ગયા હતા. ત્યારબાદ સવારે ઊઠીને જોતાં ટ્રક પર બાંધેલી તાલપત્રી તૂટેલી જોવા મળી હતી. તપાસ કરતાં જાણ થઈ હતી કે ખાંડની 12 બોરીઓ જેની કિમત રૂ, 22,800 અંકાઇ છે જેને કોઈ અજાણ્યા શખ્સે ચોરી લીધેલ છે. પોલીસે આ અંગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.