લખપતના પાનેલી પાસે બે જુથ વચ્ચે મારામારી

લખપત તાલુકાના પાનેલી પાસે પવન ચક્કી ની સિક્યોરિટી ની નોકરી રાખવા અંગે પૂછવા માટે જતા બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી જેમાં એક પક્ષના પાંચ લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા આ અંગે દયાપર પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો  અનુસાર તારીખ 14 ના બપોરે 12:30 વાગ્યા ના અરસામાં પાનેલી ગામ નજીક આવેલી પવનચક્કી પાસે પાનેલી ગામના ગોવિંદ બુધાભાઈ બલિયા ,હરેશભાઈ માવજીભાઈ બલિયા ,અંકિતભાઈ શામજીભાઈ કોલી , હિમેત વિશ્રામ ભાઈ બલિયા તેમજ હુસેન રામજુ નોડે આ તમામ મળીને પવન ચક્કી માં સિક્યોરિટી ની નોકરી રાખવા અંગે રજૂઆત કરવા માટે ગયા હતા આ દરમિયાન મહેન્દ્રસિંહ સોઢા, હેમુભા નવભા જાડેજા, મહિપતસિંહ જાડેજા , રાણુંભા સોઢા, જીતેન્દ્રસિંહ જાડેજા તેમજ અન્ય 17 જેટલા શખ્શો  તમે અહિં શા માટે આવ્યા છો તેમ કહીને લાકડાથી ધોકા તેમજ લોખંડના પાઇપથી માર માર્યો હતો. જેમાં ગોવિંદભાઈ બલિયા, હરેશભાઈ બલિયા તથા અંકિત ભાઇ કોલી ને  ઈજા થતા હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા આ મામલે દયાપર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી નોંધનીય છે કે આ બનાવને પગલે વધુ એક વાર છેવાડા ના વિસ્તારનમાં  પોલીસ ધંધે લાગી હતી અને સ્થિતિ વક્રે નહી તે  માટે તત્કાળ સક્રિય બની ગઈ હતી આ ફરિયાદ ચોપડે ચડી હતી પરંતુ સામા પક્ષથી પણ કોઈ ફરિયાદ નોંધાવી તેવા અહેવાલ વચ્ચે સતાવાર કોઈ વિગતો પ્રાપ્ત થઈ ન હતી