થરાદ થી મુંદ્રા આવતી ટ્રકનો ચાલક જીરું ભરી છૂમંતર થઈ જતાં ફરિયાદ નોંધાઈ

થરાદ થી મુન્દ્રા આવતી ટ્રકનો ચાલક જીરું ભરી રફુચક્કર થયો હતો આ અંગે ની વિગતો મુજબ મૂળ ભાવનગરના ભંડારિયાના અને હાલે મુંબઈ રહેતા અને મસાલા ના જથ્થા ની નિકાસ કરતા હિરેન ભરતભાઈ શાહે થરાદ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે મુન્દ્રા ખાતેના ભાગીદાર મસાલા ની લે-દે સાથેનો નિકાસ નો વ્યવસાય કરે છે ફરિયાદીના કહેવાથી એમ લલ્લુ એમ કંપની મુન્દ્રામાં રહેતા નું કામ કરતા અશોકપુરી ગોસ્વામીએ થરાદ માર્કેટ યાર્ડના વેપારીઓ પાસેથી રૂપિયા 46,47,323 ની કિંમત ની 364 બોરી ખરીદી ને જય સીયારામ ટ્રાન્સપોર્ટ ના માલિક સુરેશભાઈ રબારી નો સંપર્ક કરી એના ટ્રક ડ્રાઇવર ભુરાભાઈ રણછોડભાઈ ઢીલા રહે માધાપર ભુજ મારફતે થરાદ માર્કેટ માંથી તારીખ 10 -12 ના ટ્રકમાં જીરૂનો માલ ભરી બિલ સાથે મુન્દ્રા પહોંચડવા રવાનો કર્યો હતો જે જીરું નો માલ મુન્દ્રા પહોંચ્યો ન હોય ફરિયાદી મહેતા નું  કામ કરતા અશોકપુરી ગોસ્વામીએ ટ્રક ડ્રાઇવર ના  મોબાઇલ પર ફોન કરતાં તેને નહીં ઉપાડતા ટ્રાન્સપોર્ટ માલિક સુરેશભાઈને ફોન કરતા તેણે ડ્રાઇવરને ફોન કરવાનું કયા બાદ ટ્રક ચાલક અને ટ્રાન્સપોર્ટ માલિકે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું તેથી તરત પોલીસ સ્ટેશનમાં ચાલક ભુરાભાઈ રણછોડભાઈ ઢીલા થતા જય સીયારામ ટ્રાન્સપોર્ટ માલિક સૂરજની રબારી સામે ફરિયાદ નોંધાઈ હતી