બાઈકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

મુંદ્રા પોલીસ મથકે બાઈક ચોરીની ઘટના નોંધાઈ છે. મહેશ દેવશીભાઈ મારવાડા દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ અદાણી પાવર પ્લાંટમાં ફીલ્ડ ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. 16-12ના રાબેતા મુજબ બપોરે 2 વાગ્યે પોતાની GJ-12-CL-7863 બાઈકને અદાણી પાવર પ્લાન્ટ ગેટની બહાર પાર્કિંગમાં મૂકી કંપની અંદર ગયા હતા. 17-12ના સવારે સાત વાગ્યે પરત બહાર આવતા પાર્કિંગમાં બાઈક જોવા મળી ન હતી તેમજ આસપાસ તપાસ કરતાં બાઈક વિશે કોઈ પત્તો મળ્યો ન હતો. ત્યારબાદ કંપનીના ગેટ ઉપર લગાવેલ સી.સી.ટીવી કેમેરા તપાસ કરાવવામાં આવતા એક અજાણ્યો ઈસમ મોઢે બુકાની બાંધી સાંજના આશરે સાડા સાત વાગ્યાના અરસામાં બાઈક ચોરી જતો નજરે પડે છે. આ અંગે મુંદ્રા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.