ભુજ તાલુકાનાં કેરા ગામના નવીન તળાવની હાલત બિસ્માર.
રાજાસાહી વખતનું ગણાતું એવું કેરાનું નવીન તળાવ જેની હાલત આજે ખુબજ બિસ્માર જોવા મળ્યા છે. આશરે છેલ્લા 25 એક વર્ષથી જોઈએ તો આ તળાવની હાલત ખુબજ ખરાબ છે. છતાં પણ આજ દિવસ સુધી તેના પર કોઈ સુધારણા માટેના કાર્યો કરવામાં આવેલ નથી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કચ્છની મુલાકાતે આવેલ ત્યારે તેઓએ તળાવને ઊંડો કરી સુધારણાની કામગીરી અંગેની વાતો કરેલ પરંતુ જેનો સંપૂર્ણપણે અમલ થયેલ નથી.