ભુજ-અંજાર હાઇવે સુગારીયા નજીક બાઈક સ્લીપ થતાં દંપતીનું અકસ્માત: સારવાર દરમિયાન પત્નીનું મોત
ભુજ-અંજાર હાઇવે ઉપર સુગારીયા ગામના બસ સ્ટેશન નજીક નર્સરીના ગેટ સામે તા.17-9ના આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર રાજેશગર રમેશગર ગુંસાઈ પોતાના મિત્ર તુલશી દેવજીભાઇ વરચંદની બાઈક GJ-12-CQ-6636 લઈ સાંજે 6 વાગ્યાના અરસામાં પોતાના પત્ની મિતલબેન સાથે અંજાર ખરીદી કરવા નિકડ્યા હતા. આ દરમિયાન સુગારિયા નજીક નર્સરીના ગેટ પાસે બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજેશગરને શરીરે સામાન્ય ઇજાઓ પહોચી હતી જ્યારે મિતલબેનને વધુ ઇજાઓ પહોચતા તેઓ બેભાન અવસ્થામાં હતા. મિતલબેનને સારવાર અર્થે ડિવાઇન લાઈક હોસ્પિટલ મધ્યે ખસેડાયા હતા. ત્યાં મિતલબેનના જમણા પગના બે ઓપરેશન કરાવેલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરાવાયા હતા. મિતલબેનને ત્યાથી પરત ઘરે લઈ જવાયા બાદ ઇન્ફેકશન હોતા ઓરચીડ હોસ્પિટલ અમદાવાદ મધ્યે ખસેડાયા હતા. ત્યારબાદ 14-12ના ભુજ મધ્યે જી.કે. જનરલ હોસ્પીટલમાં દાખલ કરાવેલ.15-12ના રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.
આ અકસ્માત અંગે રાજેશગરના પિતા રમેશગર ગુંસાઈએ પોતાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.