ગાંધીધામ પોલીસે ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી રૂ. 3,45,100નો દારૂ ઝડપ્યો

ગાંધીધામ પોલીસ પેટ્રોલીંગ હતી તે દરમિયાન જી.આઈ.ડી.સી.ઝોન તરફ જતાં રસ્તા નજીક પહોચતા તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સફેદ કલરના બોલેરો પીકઅપ GJ-12-BV-6834વાળા ડાલામાં ઇંગ્લિશ દારૂ ભરી ઝોન તરફથી ગાંધીધામ જી.આઈ.ડી.સી. તરફ આવે છે. બાતમીના આધારે પોલીસ જી.આઈ.ડી.સી. મધ્યે વોચમાં હતી ત્યારે બાતમીવાળું વાહન આવતા તેને હાથનો ઈશારો કરી અટકાવવાનું પ્રયાશ કરતાં વાહન ચાલકે પોતાના કબજામાં રહેલું વાહન કાચા રસ્તે ભગાડ્યું હતું. પોલીસે આ વાહનનો પીછો કરતાં ચાલકે થોડે આગળ વાહન મૂકી અંધારો લાભ લઈ નાસી ગયો હતો. બોલોરેની તલાશી લેવામાં આવતા તેમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 986 બોટલો મળી આવી હતી.

પોલીસે વિદેશી દારૂની 986 બોટલો જેની કિમત.રૂ. 3,45,100 તેમજ બોલોરે પીકઅપ વાહન મળી કુલ કિમત રૂ. 6,45,100નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.