મીઠીરોહરમાં તસ્કરોએ 4 ટ્રકની તાલપત્રી ચીરી ચોખાની કરી ચોરી

crime

copy image

ગાંધીધામ મીઠીરોહરમાં તસ્કરોએ ચાર ટ્રકની તાલપત્રી તોળી 1,89,750 ની ચોખાની ચોરીને અંજામ આપ્યો છે. નિરવેલસિંગ કશ્મીરસિંગ ડીલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 8-12ના સવારના સાતેક વાગ્યાના અરસામાં એચ.આર.62-એ-1133ના ટ્રકમાથી તાલ પત્રી કાપી 19 બોરીઓ ચોરાઇ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. તો અગાઉ પણ 27-11ના GJ-12-BY-5283ના ટ્રકમાથી 11 બોરીઓ ચોખાની ચોરાઇ ગઈ હતી.26-11 ના રોજ સવારના છ થી સાત વાગ્યના અરસામાં આર.જે.08-જીઆઇ.બી-0265 ટ્રકમાથી પણ 26 બોરીઓની ચોરીને અંજામ અપાયો હતો. આમ અજાણ્યા ઇસમો અલગ અલગ 4 ટ્રકમાથી 69 બોરીઓની કિમત.રૂ. 1,89,750ની તસ્કરી આચરી હોવાનું ફરિયામાં નોંધાવાયું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.