ગાંધીધામ પી.એસ.એલ. કાર્ગો નજીકથી બોલેરોની ઉઠાંતરી

ગાંધીધામ કાર્ગો યાદવનગર ઝૂપડા પાસે રહેતા સેંધાભાઈ વસ્તાભાઈ ભરવાડે બી-ડિવિઝન પોલીસ મથકે બોલેરો ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ ડ્રાવિંગ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓની GJ-12-01-DJ-4437વાડી બોલેરો 18-12ના સાંજે 6 વાગ્યાના અરસામાં પી.એસ.એલ. કાર્ગો ઝૂપડા પાસે સ્ટેન્ડ પર રાખી બાજુમાં આવેલ મારાજની ચાની કેન્ટીન પર ચા પીવા ગયા હતા. પંદરેક મિનિટ બાદ પરત આવતા બોલેરો પીકઅપ ડાલુ જોવા મળ્યું ન હતું. ત્યારબાદ અનેક તપાસ કરવા છતા ગાડી ક્યાય મળી આવી ન હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.