ગાંધીધામ પોલીસે રહેણાક મકાનમાથી ઝડપ્યો દારૂ: એકની ધરપકડ એક ફરાર
ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમણે બાતમી મળી હતી કે, પ્રકાશ મકવાણા (રહે. નવીસુંદરપૂરી)પોતાના કબજાના મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખી વેપલો કરે છે. આ બાતમીના આધારે તેના ઘરે રેડ પાડવામાં આવતા આરોપી ઘરે હાજર મળી આવ્યો હતો. ઘરની તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 21 બોટલો કિમત.રૂ. 7350નો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસે 7350નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી હતી. આ બોટલો અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતા તેના ભાઈ નરેશ ઉર્ફે કારો વાલજી મકવાણાએ વેચાણ અર્થે મંગાવ્યો હોવાની કબૂલાત આપી હતી .જોકે રેડ દરમિયાન આ આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.