ચત્રભૂજ આટી પાસે તુફાન અને બાઇક વચ્ચે અકસ્માત : બાઇક ચાલક ઇજાગ્રસ્ત

તુફાન ચાલકે રોંગ સાઇડમાં પૂરઝડપે અને બેદરકારીથી ગાડી ચલાવી બાઇક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં બાઇક ચાલકને ફેકચર જેવી ઇજાઓ થઈ હતી.

નખત્રાણા પોલીસ મથકે દાખલ થયેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગોવિંદભાઇ દેવજીભાઇ વેળાની પોતાના GJ-12-AC-1708 બાઇક લઈને કોટડાથી નખત્રાણા જઈ રહ્યા હતા તે દરમિયાન ચત્રભૂજ આટી પાસે સામેથી રોંગ સાઇડમાં નખત્રાણા તરફથી આવી રહેલ જીજે-12-DA-2746 તુફાનના ચાલકે બાઇક સવારને અડફેટે લીધા હતા. બાઇક સવારને ઇજાઓ પહોચતા સારવાર અર્થે સી.એચ.સી. મધ્યે ખસેડાયા હતા. ત્યારબાદ ભુજ કચ્છ ઓર્થોપેડિક હોસ્પિટલ મધ્યે અને વધુ સારવાર માટે અમદાવાદ મધ્યે સીમ્સ હોસ્પિટલ રિફાર કરવામાં આવ્યા હતા. નખત્રાણા પોલીસે તુફાન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.