ગાંધીધામ બેંકિંગ સર્કલ પાસે એટીએમમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં દોડધામ
ગાંધીધામ શહેરનાં બેકીંગ સર્કલ પાસે આવેલ એક એટીએમનાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે સદનસીબે એટીએમમાં રહેલી રકમ બચી ગઇ હતી. શહેરના બેકીંગ સર્કલ પાસે એસબીઆઇનું એટીએમ આવેલુ છે. આજે બપોરે ચાર વાગ્યાનાં અરસામાં એટીએમના એસીમાં અચાનક આગ ફાટી નિકળી હતી. એટીએમમાં આગ લાગતા લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા અને કેટલાક લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે આ આગની ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી અને એટીએમ મશીનમાં રહેલી રોકડ રકમનો પણ બચાવ થયો હતો.
રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ