આદિપુર શાકમાર્કેટમાથી એક્ટિવાની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાઈ

આદિપુરમાં શાકમાર્કેટમાથી એક્ટિવા ચોરી થઈ જવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. કનુભાઈ કોદરભાઈ વણકરે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.19-12ના સાંજના ચાર વાગ્યાના અરસામાં પોતાની માલીકીની GJ-09-CE-7943 એક્ટિવા શાકમાર્કેટની આગળ પાર્ક કરી શાકભાજી લેવા ગયેલ હતા. અડધા કલાક બાદ પરત આવતા એક્ટિવા જોવા મળી ન હતી. આસપાસ તપાસ કરવામાં આવતા એક્ટિવા અંગે કોઈ જાણકારી પ્રાપ્ત ન થતાં આદિપુર પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.