બોટાદ ખાતે પાલીતાણામાં બનેલ ઘટનાઓને લઈને આસામાજિક તત્વોના વિરુદ્ધમાં જૈનો દ્વારા રેલી યોજી પ્રાંત અધિકારી બોટાદને આવેદનપત્ર આપવામાં આવ્યું
થોડા સમય પહેલા પાલીતાણામાં અસામાજિક તત્વોનો ખૂબ જ ત્રાસ વધી ગયેલ હોય અને ગેરકાયદેસરના ધંધાઓ થતા હોય તેમજ ગિરિરાજ પર્વત પર દબાણ કરી ગેર કાનૂની કાર્ય કરવાની કાર્યવાહી કરી રહેલ હોય તેમ જ રોહીશાળા ગામે ભગવાનના પગલાની તોડફોડ કરેલ હોય તેમ જ પાલીતાણાની આજુબાજુમાં ગેરકાયદેસરના ધંધા થતા હોય તેવા અસામાજિક તત્વોનો ખૂબ જ ત્રાસ વધી ગયેલ હોય જેને લઈને બોટાદ ખાતે રેલી યોજી પ્રાંત અધિકારી બોટાદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
જૈનોની મુખ્ય માગણી છે કે ગીરીરાજ પર્વત પર જે અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર દબાણ થતું હોય તેમ જ આજુબાજુમાં ગેરકાયદેસરના ધંધા થતા હોય જેને લઈને જૈનોમાં ખૂબ જ રોષની લાગણી પ્રવર્તે છે પાલીતાણામાં આવેલ ગીરીરાજ પર્વત જે જૈનોની આસ્થા શ્રદ્ધા અને ધર્મનું પ્રતીક છે તેવા ગીરીરાજ પર્વત પર અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરવામાં આવેલ હોય તેને દૂર કરવા પ્રાંત અધિકારી બોટાદને રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જૈનોની મુખ્યત્વે માંગણી છે કે આવા અસામાજિક તત્વો અને તાત્કાલિક ઝબ્બે કરવામાં આવે અને ગુજરાત સરકાર તરફથી જૈનોના આ પવિત્ર ગિરિરાજ ડુંગર ને સુરક્ષિત કરવામાં આવે તેમજ આવા અસામાજિક પ્રવૃત્તિ કરતા લોકોને પકડી તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરી સજા કરવામાં આવે અને હવે પછી ફરિવાર આવું અપકૃત્ય ન થાય તેની તકેદારી રાખવામાં આવે તેવી માંગ સાથે આજરોજ બોટાદ ખાતે જૈન સમાજની રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું
આ રેલીમા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તેમજ સ્થાનકવાસી જૈન સંઘ તેમજ દિગંબર જૈન સંઘ ત્રણેય ફિરકાઓના જૈન ભાઈઓ બહેનો, આ રેલીમાં જોડાયા હતા અને સૂત્રોચાર અને નારા સાથે રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.