બોટાદ જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ કિસાન મોરચા દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં થોડા દિવસ પહેલા બનેલી એક ઘટના જે વિદ્યાર્થીની છેડતી કરવામાં આવી હતી તેને લઈને બોટાદ જિલ્લા રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બોટાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવેલ છે કે હવે પછી આવી કોઈ પણ પ્રકારની ઘટના ન બને અને કસૂરવારને સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે જે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં જે ઘટના બની છે તેવી ઘટના હવે પછી ન બને તેની તકેદારી રાખવામાં આવે અને આ છેડતીની બનેલ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ હતી. ફરીવાર આવી ઘટના ન ઘટે તેને લઈને ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.