ફતેહગઢ પાસે બોલેરો ચાલકે સ્ટેરીંગ પરનું કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો: સારવાર દરમિયાન ચાલકનું મોત

આ અંગે મળતી માહિતી અનુસાર તા.22-12ના ફતેહગઢની બાજુમાં આવેલ આશાબાપીરની દરગાહ પાસે GJ-12-CP-4280ના બોલેરો ચાલક નીલેશ સુમરાભાઈ સિયારિયાએ પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફતભરી રીતે ચલાવી સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ગાડી પલટી ખાઈ ગઈ જેથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં સર્જાયો હતો. આ ઘટનામાં ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. બોલેરો ચાલક નિલેશને  સારવાર અર્થે શુભમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે કે.કે. પટેલ હોસ્પિટલ રિફાર કરાયા હતા. ત્યાં ફરજ પરના તબીબે નિલેશભાઈનું બ્રેઇનડેડ હોવાનું જણાવ્યુ હતું. તો ગઇકાલે સવારના દસેક વાગ્યના અરસામાં નીલેશ ભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે રાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.