ભુજ એ-ડિવિઝન પોલીસે દારૂ સાથે એકને ઝડપ્યો: 28,150નો મુદ્દામાલ જપ્ત
ભુજ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મિરજાપર પોલીસ ચોકી પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્સ બાતમી મળી હતી કે, ધનજીભાઇ દેવશી વાઘાણી તેની પોતાની માલીકીની હીરો એચ.એફ.ડીલક્ષ GJ-12-DN-5521 બાઈકમાં ઇંગ્લિશ દારૂ લઈ પાટીદાર રગડા-દાબેલીની રેકડી પાછળ ઠંડા પીણાં તેમજ પાન બીડીની દુકાનમાં આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસ વોચમાં હતી તે દરમિયાન બાતમીવાળો શખ્સ દુકાનમાં આવતા તેને ઝડપી પાડ્યો હતો. તેની પાસે રહેલ સફેદ કલરના થેલાની તલાસી લેવામાં આવતા ભારતીય બનાવટનું વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂની 9 બોટલની કી.રૂ.1350, એક મોબાઈલ જેની કિમત.રૂ. 5000 તેમજ હેરાફેરી માટે ઉપયોગ માં લીધેલ એચ.એફ.ડીલક્ષ બાઇક કિમત..રૂ.20,000 આમ મળી કુલ કિમત.રૂ. 28,150નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ અનુસાર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપી:
- ધનજીભાઇ દેવશી વાઘાણી ઉ.વ.50 ગામ. સુખપર તા.ભુજ,