ગાંધીધામમાં રેલ્વે પાટા નજીક જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા:11,800નો મુદ્દામાલ જપ્ત
 
                copy image
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાર્ગો યાદવનગર સરકારી સ્કૂલ પાસે પહોચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે અમુક ઇસમો કાર્ગો પી.એસ.એલ. આંબેટકરનગર રેલ્વે પાટા પાસે લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી 11,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે 7 શખ્સો વિરુદ્ધ જુગારધારા અનુસાર ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓ:
- દિલીપ પરમદેવ પાસવાન રહે, કાર્ગો પી.એસ.એલ. ચોથી ગલી શંકરભગવાનના મંદિરની પાછાળ, ગાંધીધામ
- પ્રભાત મોતીલાલ શાહ રહે, કાર્ગો યાદવનગર રામદેવપીર મંદિર પાસે, ગાંધીધામ
- સુરેશ નારણભાઇ રાઠવા રહે, કાર્ગો પી.એસ.એલ. આંબેડકરનગર, ગાંધીધામ
- સંજયકુમાર સરોવર ધારી રહે, કાર્ગો પી.એસ.એલ, ગાંધીધામ
- સુબોધકુમાર ધુરી પાસવાન રહે, કાર્ગો પી.એસ.એલ. ચોથી ગલી, ગાંધીધામ
- સતેન્દ્રકુમાર કાંગ્રેજીધારી ધારી રહે, ગાંધીધામ
- જુલુ કિશન ઢાઢી રહે, કાર્ગો પી.એસ.એલ.ચોથી ગલી, ગાંધીધામ
 
                                         
                                        