લોડાઈમાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા, 4 પલાયન: 15,920નો મુદ્દામાલ જપ્ત

copy image

પધ્ધર પોલીસ લોડાઈ આઉટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન નાડાપા-હબાય ત્રણ રસ્તાથી લોડાઈ જવાના રસ્તે પહોચતા ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, લોડાઈ ગામનો રહિમ ઈસ્માઈલ મણકા વાળો પોતાના રહેણાક મકાનની સામે આવેલ ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો સાથે ગેરકાયદેસર ધાણીપાસા વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે. આ બાતમીના આધારે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડતા અમુક ઇસમો જુગાર રમતા નજરે પડ્યા હતા. પોલીસે 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે 4 નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ શખ્સોની અટકાયત કરી  15,920નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પધ્ધર પોલીસે આ 8 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓ:

  1. કાનજીભાઈ જેઠાભાઈ ગાગલ ઉ.વ.45 રહે, જવાહરનગર તા-ભુજ
  2. સામજીભાઈ ગોપાલભાઈ ડાંગર ઉ.વ.51 રહે, ખેંગારપર તા-ભુજ
  3. રીજવાન દેશર મણકા  ઉ.વ.22 રહે, લોડાઈ તા-ભુજ
  4. અનવર મામદ ગગડા  ઉ.વ.40 રહે, લોડાઈ તા-ભુજ

ફરાર આરોપીઓ:

  1. સુલતાન જુમા ગગડા રહે, લોડાઈ તા- ભુજ
  2. હાસમ ઈસ્માઈલ મણકા રહે, હબાઈ તા- ભુજ
  3. રહીમ ઈસ્માઈલ મણકા રહે, લોડાઈ તા-ભુજ
  4. મહેશ કાનાભાઈ ડાંગર રહે, લોડાઈ તા-ભુજ