અંજારના એપી.એમ.સી.સર્કલ પાસે બાઇક અને ટેમ્પોનું અકસ્માત સર્જાયો: એકનું મોત એક ઇજાગ્રસ્ત

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર બળવંતસિંહ નાથાભાઈ ખાંટ અને ઇજેશ મનોજ કોલ બંને GJ-12-CA-8740 બાઈક લઈને અંજાર જીઆઇ.આઈ.ડી.સી.થી અંજાર બસ સ્ટેશન જઇ રહ્યા હતા તે દરમિયાન એપી.એ.સી. સર્કલ પાસે પહોચતા સામેથી અચાનક એક લાલ કલરના GJ-12-AU-6036 ટેમ્પો ચાલકે આ બાઇકને ટક્કર મારતા બાઈક ચાલક ઇજેશ અને બાઈક સવાર બળવંતસિંહ બંને જણ નીચે પટકાઈ ગયા હતા. આ અકસ્માતમાં બાઈક ચાલક ઇજેશને માથાના ભાગે તેમજ મોઢાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. જ્યારે બાઈક સવાર બળવંતસિંહને જમણા પગમાં ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત સર્જી ટેમ્પો ચાલક નાસી ગયો હતો. આસપાસના લોકોએ 108ને જાણ કરી અંજાર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડયા હતા. ત્યાથી વધુ સારવાર માટે ભુજ જી.કે જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઇજેશને વધુ ઇજાઓ પહોચી હોવાથી તેને અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં રિફર કરેલ પરંતુ અમદાવાદ પહોચે તે પહેલા જ તેનું મોત નીપજયું હતું. ઇજેશની લાશનું જી.કે.જનરલમાં પીએમ કરી અંતિમ વિધિ માટે વતન લઈ જવાઈ હતી. તો બાઈક સવાર બળવંતસિંહનું જમણા હાથ અને પગનું ઓપરેશન કરવામાં આવ્યું અને હાલ સારવાર હેઠળ છે. અંજાર પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.