બનાવટી પાવરનામા આધારે ગે.કા રીતે કિમતી પ્લોટોના દસ્તાવેજ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પક્ડી પાડતી લાકડીયા પોલીસ
 
                મે.પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ પુર્વ કચ્છ જિલ્લામાંથી મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ મિલ્કત સબંધી ગુના આચરનાર આરોપીઓને પુરાવાઓ આધારે સત્વરે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અનુસંધાને મે.નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના સીધા માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગઈ તા -૨૫ / ૧૨ / ૨૦૨૨ ના રોજ એફ.આઈ.આર નંબર -૧૧૯૯૩૦૧૧૨૨૦૧૭૮ / ૨૦૨૨ ઈ.પી.કો કલમ -૧૨૦ ( બી ) , ૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબનો ગુનો દાખલ થયેલ અને આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર આર.આર.વસાવા લાકડીયા પોલીસ સ્ટેશનનાઓએ સંભાળી સદર ગુના કામેના આરોપીઓને સત્વરે પકડી પાડવા સારુ પોલીસની અલગ – અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે ગુનાના મુખ્ય આરોપી સહિત બે આરોપીઓને સત્વરે પક્ડી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ .
પકડાયેલ આરોપીઃ (૧) રસીક વેરશીભાઈ સાવલા ઉ.વ -૫૩ રહે . કલ્યાણ બિલ્ડીંગ નં -૦૩ રૂમ નં -૩૩ બીજો માળ ખાડીલકર રોડ ગીરગાંવ કાંદાવાડી મુંબઇ મહારાષ્ટ્રા મુળ । રહે.લાકડીયા તા – ભચાઉ (૨ ) ગણપતરાય પ્રહલાદરાય પંડ્યા ઉ.વ -૬૨ રહે.ચોરાવારો વાસ લાકડીયા તા – ભચાઉ મુળ – મહેમદાવાદ તા – રાધનપુર પાટણ
આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવા તથા એ.એસ.આઈ જયેશભાઈ એન.પારગી , ઈસ્માઈલ એમ.ચાકી તથા પો.કોન્સ . હકુમતસિંહ જાડેજા , દિલીપભાઈ ચૌધરી , રાજેશભાઈ રાઠોડ , વરજાંગભાઈ રાજપુત અને હસમુખભાઇ ચૌધરીનાઓ જોડાયેલ હતા .
રિપોર્ટ ભારતી માખીજાણી
 
                                         
                                        