ભુજ માધાપર હાઇવે પર યુવકને છરીના ઘા ઝીંકી કરાઇ હત્યા

ભુજ માધાપર હાઇવે વિશાલ પેટ્રોલપંપથી આગળ સર્વિસ રોડ પર અજાણ્યા શખ્સે યુવકને છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. આ અંગે મળતી માહિતી અનુસાર ગઈ કાલે રાત્રે સાડા દશ વાગ્યાના અરસામા આ ઘટના બની હતી.

બુઢારમોરા ગામનો યુવક જીજ્ઞેશ શામજી મિયોત્રા પોતાના દીકરાને લેવા માધાપર આવી રહ્યો હતો ત્યારે વિશાલ પ્રેટ્રોલપંપથી આગળ અજાણ્યા શખ્સે ઉપરા ઉપરી યુવકને છરીના ઘા ઝીંકી દીધા હતા. યુવકને સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે યુવકને મૃત ઘોષિત કર્યો હતો. માધાપર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.